Step into an infinite world of stories
"ગુણવંતરાય આચાર્યનનું વતન જામનગર ,જન્મ જેતલસરમાં પોલિસ સુપ્રિનટેન્ડન્ટ પિતાને ત્યાં . શૈશવનાં વર્ષો કચ્છ- માંડવી માં વીત્યા .રોજ શાળાએ જતાં માંડવી બંદરે દરિયાકિનારેથી જતાં દરિયાનો નાદ તેમને લાગ્યો અને ખલાસીઓ સાથે વહાણમા બસરા સુધીની ખેપ કરી ,વહાણની બાંધણીથી માંડી તેના એકે એક વિભાગની જાણકારી મેળવી . દરિયાને કોલ દીધો હોય એમ એક એકથી ચડિયાતી ઉત્કૃષ્ટ સાગરકથાઓ ગુજરાતને આપી .’સક્કરબાર ‘ ‘ હરારી ‘ , સરફરોંશ ‘ અને ‘સરગોસ ‘ આ ચાર પુસ્તકોની કથા શૃંખલા ગુરાતી સાહિત્યની શ્રેષ્ઠ રોમાંચક ,સાહસિક સાગરકથાઓ છે. જ્યારે મુગલ શહેનશાહત અને મરાઠી રિયાસત પડી ભાંગી ,ભારતનો દરિયાકાંઠો અસુરક્ષિત બની ગયો.ત્યારે આપસૂંઝથી એ કાંઠાના , રહેવાસીઓનાં ,વેપારનાં રક્ષણ કાજે માથે કફન બાંધી નીકળી પડેલા એક વલસાડી બાહ્મણ અમુલખ દેસાઇની આ કથા છે. ગુલામોનાં ક્રૂર વેપારીઓ , દરિયાઇ ચાંચિયાઓ અને પરદેશી સરકારના દલાલોની સામે દરિયામાં સામે પડેલા મરજીવાઓની આ કથાઓ ગુજરાત અને ગુજરાતીઓ પોચટ પ્રજા હોવાનો ભ્રમ ભાંગી સાચા ગુજરાતનું દર્શન કરવા માટે પણ આ કથા શ્રેણી અવશ્ય સાંભળશો . અનેક આપત્તિઓ, યુધ્ધો અનેક પરદેશી આક્રમણ સામે આ દેશને એક અવિભાજીત રાખ્યો હોય તો દરિયાલાલે. આપણો ભવ્ય ઇતિહાસ ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓમાં અહી સજીવન થાય છે ."
© 2022 Storyside IN (Audiobook): 9789354832505
Release date
Audiobook: 1 February 2022
English
India