Step into an infinite world of stories
5
Fantasy & SciFi
‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત આ નવલકથા પુસ્તકસ્વરૂપે સન 2000માં પ્રકાશિત થઈ. તેને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી બન્ને દ્વારા ‘વર્ષની શ્રેષ્ઠ નવલકથા’ ઘોષિત કરવામાં આવી. આ નવલકથામાં ભાવિની રહસ્યપૂર્ણ વાતો, પ્રણય, બ્લેકમેઈલીંગ, જૂઠાણાની માયાજાળ, કારાવાસના જીવનની વ્યથા અને વિકૃતિ તેમજ સસ્પેન્સ જેવાં અનેક તત્ત્વોનો સમાવેશ થયેલો છે. કથાનો નાયક સુકેતુ પોતે અગમબોધનું જ્ઞાન હોવાનો દાવો કરે છે અને પોતાના મૃત્યુદિવસની પોતાને જાણ હોવાનું જણાવે છે. એક નાટ્યલેખકને પોતે આ વાત જણાવે છે, અને નાટ્યલેખકની પુત્રી સુકેતુ તરફ આકર્ષાય છે. સમાંતરે ચાલતા બે કથાપ્રવાહો દરમિયાન વાચકો સતત રહસ્ય-રોમાંચ, વાત્સલ્ય, વૈમનસ્ય, દાવપેચ જેવા વિવિધ માનવીય ભાવ ધરાવતી ઘટનાઓમાંથી પસાર થતા રહે છે. અંધશ્રદ્ધાનો આંતરપ્રવાહ દર્શાવતી આ કથા હકીકતમાં અંધશ્રદ્ધાનું ખંડન કરીને વૈજ્ઞાનિક અભિગમને સમર્થન આપે છે. પોતે ભાખેલા દિવસે નાયકનું મૃત્યુ થશે કે કેમ એ રહસ્ય છેક સુધી વાચકને જકડી રાખે છે.
© 2022 Storyside IN (Audiobook): 9789354348280
Release date
Audiobook: 18 March 2022
English
India